“આવો આપણે સૌ કોરોના કે કેન્સર કે પછી હોય ” સાયલન્ટ કીલર નહી મેન કીલર ડાયાબિટીસ ” પર વિજય મેળવવાં સંકલ્પ કરીએ.
મોરબી: 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ “ડાયાબિટીસ સાયલન્ટ કીલર નહી મેન કીલર છે” અનુસંધાને “ઘરે બેઠાં” આરોગ્ય પ્રશ્નોત્તરી સ્પર્ધામાં જવાબનો વિડીયો બનાવી લય શકાશે.
ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર” દ્વારાં માન્ય “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર (ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨) મોરબી દ્વારા 14 નવેમ્બર એટલે વિશ્વ ડાયાબિટીસ દિવસનાં અનુસંધાને યોજેલ આરોગ્ય પ્રશ્નોત્તરી સ્પર્ધામાં કેટેગરી મુજબ પ્રશ્નોતરીના જવાબ મોકલી આપવાના રહેશે.
જેમાં કેટેગરી -1 ધો:- K.G,1, 2, 3, 4
પ્રશ્ન :- આપણી કોઈ એક બીમારી અંગે, બિમાર થવાંના કારણો તેનો ઘરગથ્થુ ઉપચાર જણાવો.
કેટેગરી :-3 ધો:- 5, 6, 7 8
પ્રશ્ન:- ડાયાબિટીસ એટલે શું ? તેનાં પ્રકાર જણાવો .
કેટેગરી :- 3 ધો :-9 થી 12
પ્રશ્ન :-ડાયાબિટીસ (મધુપ્રમેહ)ને કાબુમાં રાખવા માટે શું શું ઉપાય કરવાં જોઈએ .
કેટેગરી :-4 /શિક્ષકમિત્રો, કૉલેજના વિધાર્થીઓ તથા વાલીઓ પ્રશ્ન :- “ડાયાબિટીસ સાયલન્ટ કીલર નહી મેન કીલર છે” આ અંગે લોક જાગૃતિ ફેલાવવા માટે કેવાં કેવાં પ્રયાસો કરવાં જોઈએ, ઉપરોકત પ્રશ્નોના યોગ્ય ઉત્તર નો શોર્ટકટ વિડીયો ફિલ્મ બનાવી “ઘરે બેઠાં” તા. 14 /11/ 2021 રાતે 9 સુધીમાં મો.98249 12230, 87801 27202, 97279 86386 મોકલી આપવાના રહેશે.