Tuesday, June 9, 2026

વિશ્વમાં પ્રથમ વખત સમૂહ લગ્નોત્સવમાં “ગૌમાતા” ની ભેટ દીકરીઓને કરિયાવરમાં આપી અનોખુ આયોજન કરતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી

Advertisement
Advertisement
Advertisement

વિશ્વમાં પ્રથમ વખત સમૂહ લગ્નોત્સવમાં “ગૌમાતા” ની ભેટ દીકરીઓને કરિયાવરમાં આપી અનોખુ આયોજન કરતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી

શ્રી રાજભા સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ જુનાગઢ દ્વારા સમૂહ લગ્નનું આયોજન, દરેક દીકરીને દૂજણી ગાય કરિયાવરમાં આપવામાં આવશે.

પ્રખર લોક સાહિત્યકાર કવિ શ્રી રાજભા ગઢવી ના શ્રી રાજભા ગીર સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા “માવલ ને માંડવે” ગીરના નેહડામાં દ્વિતીય ચારણ સમાજ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકા ખાતે આવેલ રાજપરા (ગીર) પાસે આવેલ “રવેચી ધામ” ખાતે ભવ્ય લગ્ન ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.

આમ તો તમામ સમાજ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવતું હોય છે જે એક સરાહનીય કાર્ય છે અને સમાજ માટે એક ઉત્તમ કાર્ય પણ ગણી શકાય પરંતુ “શ્રી રાજભા (ગીર) સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ”દ્વારા આયોજિત આ લગ્નઉત્સવ કદાચ ભારતમાં તો નહીં પરંતુ વિશ્વમાં પ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ દીકરીઓને “દૂજણી ગાય” કરિયાવરમાં આપવામાં આવશે. ત્યારે આ સમૂહ લગ્નોત્સવ ભારતમાં તો ખરા જ પરંતુ વિશ્વમાં પણ સૌ પ્રથમ બની જશે કે જેમાં કરિયાવરમાં દુજણી ગાય આપવામાં આવશે. ત્યારે “શ્રી રાજભા (ગીર) સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ જુનાગઢ” દ્વારા કરવામાં આવતી આ કાર્ય સરાહનીય છે.

આ સમૂહ લગ્ન માં 19 દંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે ત્યારે આગામી તારીખ 6 માર્ચ 2024 ને બુધવાર ના રોજ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રાજપરા ગીર પાસે આવેલ રવેચી ધામ ખાતે ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,607,951

TRENDING NOW