વિર વિદરકા ગામ નજીક ફેકટરીમાં રહેતા યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
માળિયા મી. તાલુકાના વિર વિદરકા ગામ નજીક સિરામિક ફેકટરીમાં રહેતા એક યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.ત્યારે આ અંગે નોંધ કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હેતલબેન જીગરભાઈ કમેજળીયા (ઉ.વ.૨૮) માળીયા (મી) તાલુકાના વિર વિદરકા ના પાટીયા નજીક ક્યુલેક્ષ સીરામીક કારખાનાની ઓરડીમા પોતાના પતી સાથે રહેતા હોય પોતાની મેળે કોઇપણ કારણસર ગળે ફાંસો ખાઇ લેતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





