વાવડી રોડ પરના ગાયત્રીનગર માંથી વરલીનો જુગાર રમતા એક ઝડપાયો.
મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગરમાંથી વરલી નો જુગાર રમતા એક શખ્સ ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગરમાંથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી નિલેશભાઈ ભવાનભાઈ પાડલીયાને વરલીના આંકડાની કપાત કરાવતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 2020 કબ્જે કર્યા હતા. સાથે જ આરોપી નિલેશભાઈ ભવાનભાઈ પાડલીયા નગર દરવાજા પાસે પખાલી શેરીમાં રહેતા આરોપી વસીમશા ભીખુશા શાહમદાર પાસે આંકડાની કપાત કરાવતો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.





