Wednesday, June 24, 2026

વાંકાનેર: સરતાપર સેન્સો ચોકડી રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર: સરતાપર સેન્સો ચોકડી રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત

વાંકાનેર: વાંકાનેરના સરતાપર સેન્સો ચોકડી રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે ભોગ બનનારે મહિલાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ પોટરી પાસે રવીનગર થાનગઢમાં રહેતા અને હાલ મોરબીના સરતાનપર રોડ પાંજરાપોળ ગૌશાળામાં બંધુનગરમા રહેતા લાભુબેન નાગજીભાઈ વિંઝવાડીયા (ઉ.વ.૬૦) એ આરોપી ટ્રક ટ્રેલર રજીસ્ટર નંબર-RJ-32-GB-7799ના ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૦૯-૨૦૨૩ ના રોજ આરોપી ટ્રક ટ્રેલર રજીસ્ટર નંબર -RJ32GB7799 ના ચાલકે પોતાનુ કબ્જા ભોગવટાનો ટ્રક જોયા વગર ખાલી સાઇડમાં એકદમ સ્પીડમાં ટર્ન મારી ઇજા પામનારના મોટર સાયકલ હીરો સ્પલેન્ડર રજીસ્ટર નંબર- GJ-13-PP-2274 વાળાને ઠોકર મારી ફરીયાદીને સામાન્ય ઇજા તથા રમેશ નાગજીભાઇને ડાબા હાથમાં ગંભીર ઇજા તથા ફરીયાદીના પતિ નાગજીભાઇ ધરમશીભાઇને માથામાં ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી પોતાની વાહન મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે લાભુબેને આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪,-અ, તથા એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,248

TRENDING NOW