Saturday, June 6, 2026

વાંકાનેર માર્કેટયાર્ડ 18 એપ્રિલ સુધી બંધ રહેશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેને લઇને મોરબી માર્કેટ યાર્ડ 17 એપ્રિલ સુધી સંપુર્ણ કામકાજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના મહામારીનો કહેર વધ્યો છે. જેથી પરિસ્થિતીન ધ્યાનમાં રાખી આજે તા.11 એપ્રિલથી 18 એપ્રિલ સુધી વાંકાનેર માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે.

ત્યારબાદ પરિસ્થિતી પ્રમાણે 18 એપ્રિલના નવી જાહેરાત કરવામાં આવશે. આ સાથે વાંકાનેર માર્કેટયાર્ડ સાથે સંલગ્ન તમામ ખેડૂતો, વેપારીઓ, દલાલો, વાહનચાલકો અને મજુરોએ આ બાબતની નોંધ લેવી તેમજ નવા માલની ઉતરાઈ બંધ હોઈ નવો માલ લાવવો નહીં, તેમ એ.પી.એમ.સી. વાંકાનેર દ્વારા યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,607,756

TRENDING NOW