Tuesday, March 10, 2026

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા અંગેનું જાહેરનામું

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર : રા.અ.પ.દળ જુથ-૧૩, ઘંટેશ્વર, રાજકોટ કંપની બી.ડી. તથા એફ કંપનીના બે પ્લાટુન તેમજ એડમ કંપની અને એમ.ટી. વિભાગના જવાનોને વર્ષ-૨૦૨૨ના પ્રથમ તબક્કાની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે તા.૨૯/૦૧/૨૦૨૨ થી તા.૧૫/૦૨/૨૦૨૨ સુધી તેમજ રાજકોટ શહેર પોલીસ દલના પોલીસ અધિકારી/કર્મચારીઓની સને-૨૦૨૧ ના વર્ષની વાર્ષીક પ્રેકટીસ માટે તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૩૧/૦૫/૨૦૨૨ સુધી વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ લેવાની હોય તા.૩૧/૦૧/૨૦૨૨ થી તા.૧૫/૦૨/૨૦૨૨ તેમજ તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૩૧/૦૫/૨૦૨૨ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા બે જાહેરનામાં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

Related Articles

Total Website visit

1,595,225

TRENDING NOW