Sunday, June 7, 2026

આવતીકાલે રાજયમંત્રી બ્રિજેશ મેરજા મોરબીમાં લોકસંર્પક અને વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: રાજયકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ) તા. ૨૯/૦૧/૨૦૨૨ને શનિવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે દલિતવાસ ખાતે વિવિધ વિકાસના કામોનું ખાતમૂહુર્ત કરશે. તદુપરાંત, ગોકુલનગર મેઇન રોડ ખાતે સી.સી. રોડ તેમજ રોડ ડીવાઇડરના કામોનું ખાતમૂહુર્ત કરવામાં આવશે.

આ ઉપરાંત, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, મોરબી ખાતે બપોરે ૧૨.૦૦ કલાકે કૃષિ, સહકાર, માર્ગ-મકાન, સિંચાઇ જેવા વિભાગોને લગતાં પ્રશ્નો અન્વયે સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી લોક પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેમજ જે લોકોને જાહેર પ્રશ્નોની રજુઆત હોય તેવા લોકોને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, મોરબી ખાતે રાજય મંત્રી અને ધારાસભ્ય બ્રિજેશ મેરજા સાંભળશે તેવું યાદીમાં જણાવેલ છે.

Related Articles

Total Website visit

1,607,797

TRENDING NOW