Sunday, June 7, 2026

વાંકાનેરના રાતીદેવડી ગામે ખેતરમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો 

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના રાતીદેવડી ગામે ખેતરમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો 

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામની મલ્લાવાળી સીમમાં આરોપીએ પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનુ વાવેતર કરી છોડ કાપી સુકવી વેચાણ કરવાની તૈયારી કરતા રેઇડ દરમ્યાન ખેતરમાંથી કુલ કિં રૂ.૧૧,૧૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. પોલીસને સંયુક્તમા ખાનગી રાહે બાતમી મળેલ કે વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા આરોપી બચુભાઈ રાણાભાઈ સાંકરીયા (ઉ.વ.૮૦) એ રાતેદેવડી ગામની
મલ્લાવાળી સીમમાં આરોપી પોતાના કબ્જા ભોગવટા વાળાએ ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનુ ખેતરમાં વાવેતર કરી છોડને વાઢી-કાપી સુકવી વેંચાણ કરવાની તૈયારી કરતા રેઇડ દરમ્યાન મુળ સહિતના અર્ધ સુકાયેલ ગાંજાના છોડ નંગ-૧૯૦ જેનુ ચોખ્ખુ વજન ૫ કિલો ૬૦૫ ગ્રામ કિં.રૂ.૫૬,૦૫૦/- તથા વનસ્પતિ જન્ય માદક પદાર્થના ગાંજાના ડાંખળા-પાંદડા જેનુ ચોખ્ખુ વજન ૬ કિલો ૦૫૫ ગ્રામ કિં.રૂ.૬૦,૫૫૦/- મળી કુલ વજન ૧૧ કિલો ૬૬૦ ગ્રામ કિં.રૂ. ૧,૧૬,૬૦૦/- તથા અધારકાર્ડની નકલ તથા વીઘોટીની પહોંચની નકલ મળી કુલ કિં.રૂ. ૧,૧૬, ૬૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટની કલમ-૮(સી), ૨૦(એ)(બી) મુજબ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,798

TRENDING NOW