મોરબી પરશુરામ ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પંજાબમાં થયેલ ઘટના ને લઈને પીએમ નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે મોરબીના ધારાસભ્ય અને શ્રમ કૌશલ્ય અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતીમાં શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો.

જેમાં રાજ્યકક્ષા મંત્રી બ્રિજેશ મેરજા, નગર પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા બ્રહ્મસમાજના આગેવાનો, ભાજપ અગ્રણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપર કોઈ અઘટિત ઘટના ન ઘટે એ માટે ઈશ્વરને પ્રાર્થના કરી હવનમાં આહુતિ આપવામાં આવી હતી.





