Tuesday, June 23, 2026

લુટાવદર ગામ પાસે સીએનજી રિક્ષા હડફેટે યુવકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

લુટાવદર ગામ પાસે સીએનજી રિક્ષા હડફેટે યુવકનું મોત.

મોરબી તાલુકાના લુટાવદર ગામ પાસે મેટ્રો કારખાના સામે રોડ ઉપર સિએનજી રીક્ષાએ હડફેટે લેતા બાઈક સવાર યુવકનુ મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે આરોપી સિએનજી રીક્ષાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ બુધ્ધનભાઈ લાલનભાઈ વર્મા (ઉ.વ.૪૦) રહે. અમોના માર્શલ પણજી ગોવા મુળ રહે ઉતરપ્રદેશ વાળાએ આરોપી સી.એન.જી.રીક્ષા નંબર – જીજે-૩૬-યુ-૩૬૯૩ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૦૩-૨૦૨૩ ના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં સી.એન.જી.રીક્ષા નંબર GJ-36-U-3693 ના ચાલકે પોતાના હવાલાવાળી રીક્ષા પુરઝડપે અને બેફીકરાય અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના કાકાના દિકરા રંજીતભાઇ ઉ.વ.૨૦ વાળાને તેની પાસે રહેલ મોટરસાયકલ નંબર GJ-03-FR-9718 વાળા સહીત હડફેટે લઇ એક્સીડન્ટ કરી શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે આરોપી તેનુ વાહન લઇ સ્થળ પરથી નાશી છુટતા બુધ્ધનભાઈએ આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ – ૨૭૯,૩૦૪,(અ) તથા એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,171

TRENDING NOW