Saturday, March 14, 2026

રાજપૂત કરણી સેના દ્વારા કોરોના મહામારી અને વાવાઝોડાના સંકટ સમયે સેવા આપનાર લોકોનું સન્માન કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી: વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે બીજી લહેર પણ એટલી જ ઘાતક નીવડી હતી. જ્યારે કોરોના મહામારી સામે લડવા અનેક સંગઠનો ગરીબ દર્દીઓની વ્હારે આવી નિસ્વાર્થ ભાવે સેવા આપી હતી. તો સાથે તાઉતે વાવાઝોડાંએ પણ તબાહી મચાવતા અનેક પંથકમાં નુકશાનની થય હતી. જેને લઈને મોરબીમાંથી સંગઠનો રાશનકીટ-નળીયા સહિત લઈને રવાના થયા હતા. ત્યારે કોરોના મહામારી અને વાવાઝોડાના સંકટ સમયે સેવા આપનાર લોકોનું રાજપુત કરણી સેના દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દસિહં જાડેજા તેમજ શહેર પ્રમુખ વિશ્વરાજસિહં જાડેજા અને તેમની ટીમ દ્વારા મોરબીમાં કોરોનાની મહામારી તેમજ તાઉતે જેવા વાવાજોડાનાં સંકટ સમયમાં સર્વે સમાજની નિસ્વાર્થ ભાવે સેવા કરતા જયુભા જાડેજા મોરબી જિલ્લા મહા મંત્રી ભાજપ તેમજ મોરબી શહેર પ્રમુખ ભાજપ લાખાભાઇ જારીયા તેમજ સામાજીક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ મોરબી નગર પાલિકાના ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજાનું મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને આગામી સમયમાં આપ આવીજ રીતે સેવાના કર્યો કરતા રહો આવી પાર્થના આવી નિસ્વાર્થ સેવા કરવા માટે શ્રી રાજપૂત કરણી સેના જરૂર પડે ગમે ત્યારે આપ લોકો ની ખભે થી ખભો ને હાથ થી હાથ મળી ની સાથે કાર્ય કરશું તેમ યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,597,046

TRENDING NOW