રાજકોટ મોરબી હાઇવે પર બાઈક સ્લીપ થતાં યુવકનું મોત.
રાજકોટ મોરબી હાઇવે પર ધ્રુવનગર નજીક બાઈક સ્લીપ થતાં યુવકનું મોત નીપજ્યું હતું.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક ધ્રુવનગર ગામ પાસે બાઈક સ્લીપ થઈ જતા રાજકોટના રહેવાસી શનિ અરવિંદભાઈ સુરેલાનું મૃત્યુ નીપજયું હતું જ્યારે બાઈક પાછળ બેઠેલા પીયૂષભાઈને ઇજાઓ પહોચતા અકસ્માતના બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.





