Saturday, March 7, 2026

રાજકોટના નગરપીપળીયા ગામ ખાતે આયોજિત “ગુજરાત જોડો” જનસભામાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Advertisement
Advertisement
Advertisement

રાજકોટના નગરપીપળીયા ગામ ખાતે આયોજિત “ગુજરાત જોડો” જનસભામાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

કચ્છમાં અદાણી કંપની 5-7 વિઘાના ખેતરોમાં પાંચ પાંચ થાંભલાઓ નાખી દે છે, પણ કોઈ ભાજપનો નેતા ખેડૂતોના પક્ષમાં બોલવા તૈયાર નથી: ઈસુદાન ગઢવી

ચારે બાજુથી ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે: ઈસુદાન ગઢવી

ગુજરાતમાં ભાજપની સરકાર છે કે અદાણીની: ઈસુદાન ગઢવી

હવે ગુજરાતના તમામ લોકોએ જાતિ જ્ઞાતિ ભૂલીને ગામડે ગામડે એક થવાનું છે: ઈસુદાન ગઢવી

મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી લાઈનમાં નથી ઉભા રહેતા તો ખેડૂતો કેમ લાઈનમાં ઊભા રહે છે?: ઈસુદાન ગઢવી

અમારી સરકાર બનશે ત્યારે ખેડૂતોને વાવણી પહેલા જ પાકનો ભાવ ખબર હશે: ઈસુદાન ગઢવી

AAPની સરકારમાં ખેડૂતો મિસકોલ મારશે પછી સરકાર ઘરે આવીને ખેડૂતોને માલ ખરીદી લેશે, કારણ કે ખેડૂતનો માલ ખરીદવાની જવાબદારી સરકારની છે: ઈસુદાન ગઢવી

અમદાવાદ / રાજકોટ / ગુજરાત

આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર “ગુજરાત જોડો” જનસભાનું આયોજન થઈ રહ્યું છે અને આજે આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટના નગરપીપળીયા ગામે “ગુજરાત જોડો” જનસભાનું આયોજન થયું હતું. આ જનસભામાં આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત પ્રદેશના હોદ્દેદારો અને સ્થાનિક હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો અને સ્થાનિક લોકોએ હાજરી આપી હતી. ગુજરાતના ગામેગામ થઈ રહેલી “ગુજરાત જોડો” જનસભામાં આમ આદમી પાર્ટીને જે રીતે જન સમર્થન મળી રહ્યું છે એનાથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી તથા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નવો ઈતિહાસ લખશે.

ગુજરાત જોડો જનસભામાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં વિઝન વિનાની સરકાર છે. ગામનો કે ગામ લોકોનો વિકાસ ન થાય તો આ સરકાર શું કામની? એક વડીલ ઘર વ્યવસ્થિત ન ચલાવે તો ઘર દેવાના ડુંગરમાં આવી જાય, આ તો રાજ્ય ચલાવે છે. રાજ્યમાં ચારે બાજુ ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે. કચ્છમાં આવતીકાલે AAPની કિસાન મહાપંચાયત છે. કચ્છમાં પાંચ વીઘાના ખેતરમાંથી અદાણીના પાંચ થાંભલા ઉભા કરવામાં આવ્યા છે. આ ભાજપની સરકાર છે કે અદાણીની એ જ ખબર પડતી નથી. 162 ધારાસભ્ય, 25 સાંસદ, મુખ્યમંત્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતનાં સભ્યો છે છતાં પણ કોઈની તાકાત નથી કે અદાણી સામે બોલી શકે. એટલા માટે આપણે જ્ઞાતિ,જાતિ, ધર્મ ભૂલીને એક થવાનો સમય આવી ગયો છે. તમારા દીકરાને ભણાવા માટે ભાજપ ગામમાં શિક્ષક નથી આપતી છતાં પણ આપણે કમળનું બટન દબાવીએ છીએ. તો વાંક કોનો ભાજપનો ? કે આપણો ? નરેન્દ્ર મોદીએ 2014માં અમરેલીની સભામાં એવું કહ્યું હતું કે ખેડૂતોને 1500 રૂપિયા ભાવ કપાસનો પોસાય નહીં. એટલા માટે અત્યારે કપાસના 1300 અને 1400 રૂપિયા મળે છે? વર્ષ 2014 પછી કેટલી ચૂંટણીઓ આવી? છતાં પણ આપણે બે-બે કિલોમીટર લાઇનમાં ઉભા રહીને કપાસ વેંચીને આવીએ છીએ અને છતાં પણ કમળનું બટન દબાવીએ તો નરેન્દ્ર મોદીનો વાંક નથી.

વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અમે વિઝન લઈને નીકળ્યા છીએ કે ગુજરાતમાં શું હોવું જોઈએ. આજે ખેડૂતો મગફળીઓ વાવે છે પરંતુ તેમને ખ્યાલ નહીં હોય કે તેમને પરફેક્ટ કેટલો ભાવ મળશે, પરંતુ અમારી સરકારમાં ખેડૂતોને મગફળી વાવતા પહેલાથી જ ખબર હશે કે મગફળીનો ભાવ શું મળશે. અમારી સરકારમાં કોઈ ખેડૂતોને લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે. શું મુકેશ અંબાણી લાઈનમાં ઊભા રહે છે? શું અદાણી લાઈનમાં ઊભા રહે છે? શું બીજા કોઈ ઉદ્યોગપતિ લાઈનમાં ઊભા રહે છે? તો પછી મારો ગરીબ ખેડૂત શા માટે લાઈનમાં ઊભો રહે છે? અમારી સરકારમાં ખેડૂતોએ મિસકોલ મારવાનો રહેશે અને પછી સરકાર ખેડૂતના ઘરે આવીને માલ ખરીદી લેશે, કારણકે ખેડૂતોનો માલ ખરીદવાની જવાબદારી સરકારની છે, આ પ્રકારની વ્યવસ્થા અમે અમારી સરકારમાં ઊભી કરીશું. પ્રજાને મારી વિનંતી છે કે કોઈપણ સરકારને 15 વર્ષથી વધારે સમય ન આપો. ભાજપ કરતા અમારામાં દસ ગણી આવડત છે. કારણ કે તે આઠ પાસ છે અમે ડબલ ગ્રેજ્યુએટ છીએ. અમે કર્મનાં સિદ્ધાંતમાં માનીએ છીએ, માટે અમે કોઈ ખોટું કામ કરતા નથી.

આમ આદમી પાર્ટી ગુજરાત

Related Articles

Total Website visit

1,595,065

TRENDING NOW