મોરબી સાયબર ફ્રોડની વધુ એક ફરિયાદ નોંધાઈ સાત વિરુદ્ધ ગુન્હો નોંધાયો
બનાવનીમળતી વિગત અનુસાર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા આરોપીઓ પૈકી આરોપી નં. (૨) (૩) (૪) વાળા તથા તેના લાગતા વળગતા ઇસમોએ એકબીજા સાથે મેળાપીપણુ કરી પુર્વ આયોજીત ગુનાહિત કાવત્રરૂ રચી અલગ અલગ વ્યકિતઓ પાસેથી સાયબર ફ્રોડ કે છેતરપીંડીથી મેળવેલ નાણા સગેવગે કરવા ૩ – ૩ ટકા કમિશન મેળવી પોતાના અલગ અલગ એજન્ટ આરોપી નં. (૫) થી (૭) નાઓને નિમી તેઓને આર્થિક લાભ આપવાની લાલચ આપી તેઓના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ, છેતરપીંડીની રૂ 20,81,347/- ની રકમ જમા કરાવી તે રકમ ચેક, એ.ટી.એમ.થી વિડ્રો કરી કેસ મેળવી સાયબર ફ્રોડના નાણા આંગળીયા પેઢી મારફતે મોકલી સગેવગે કરવા એકબીજાને મદદગારી કરી હતી જે ફરિયાદના આધારે આરોપી (૧) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ઉ.વ.૧૭ રહે. મોરબી. (૨) ચેતનસિંહ રવિંદ્રસિંહ ચૌહાણ રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમા, શનાળા રોડ, મોરબી (૩) મુસ્તાક હારુનભાઈ રાવમા બી-૭, બ્લોક નં. ૧૦૨, પ્રધાનમંત્રી આવાસ યોજના, દલવાડી સર્કલ, મોરબી (૪) સંજયભાઈ રાજપુત રહે ઝુન ઝુનુ, રાજસ્થાન (૫) નિકુંજ પ્રવિણભાઈ દસલાણીયા રહે. ઉમિયાનગર, ચિત્તલરોડ, વિવેકાનંદ સ્કુલ, બાબરા જિ. અમરેલી હાલ રહે. ફ્લેટ નં. ૨૦૧, હિરેનભાઈ દલસુખભાઈ સેલડીયાના મકાનમા, શ્રીનાથદ્વાર એપાર્ટમેન્ટ, ગૌશાળા સર્કલ, વરાછા, સુરત (૬) જયદેવ ભરતભાઈ કરથીયા રહે. ગ્રીનચોક, કંસારા શેરી, જુમ્મા મસ્જીદની બાજુમા, મોરબી (૭) રક્ષીત કલ્પેશભાઈ કુવરીયા રહે. મોરબી, ક્રિષ્નાસ્કુલ, રવાપર રેસિડેન્સી, ભીમનાથ તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૧૬(૫),૩૧૮(૪),૬૧(૨),૫૪, ૩૧૭(૨) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે





