યુ. કે.ના ડીમૉન્ટફોર્ટ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ નર્મદા બાલ ઘરની મુલાકાતે
મોરબી: મોરબીના નર્મદા બાલઘરની યુ.કે.ના લેસ્ટરની ડીમોન્ટફોર્ટ યુનિવર્સિટીના ઓડિયોલોજી વિભાગના સિનિયર વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી.

ડીમોન્ટફોર્ટ યુનિવર્સિટીના ઓડિયોલોજી વિભાગના સિનિયર વિદ્યાર્થીઓ વાંકાનેરના દેવદયા ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી ડો. ભાનુબેન મહેતાના આંગણે મહેમાન બન્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓએ મોરબીના નર્મદા બાલઘરની મુલાકાત લીધી હતી અને તેમણે બાલઘરમાં ચાલતા NBG Scientist અંતર્ગત 3D પ્રિન્ટર, ડિજિટલ ડ્રોઈંગ, ડ્રોન, વર્ચ્યૂઅલ રિયાલિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બેઝીક સાયન્સ, વીડિઓ પોર્ટલ વગેરે વિશે માહિતી મેળવી હતી અને મોરબીમાં ચાલતા આ કાર્યની ખુબ જ પ્રશંસા કરી હતી.






