Tuesday, June 23, 2026

મોરબી સિરામિક એસો. તથા મોરબી જીલ્લાના વિવિધ ઔદ્યોગિક એસો. દ્વારા 19મીએ પાંચ ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિરામિક એસો. તથા મોરબી જીલ્લાના વિવિધ ઔદ્યોગિક એસો. દ્વારા 19મીએ પાંચ ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાશે

મોરબી: મોરબી સીરામીક એસોસિએશન તથા મોરબી જીલ્લાના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન દ્વારા તા. ૧૯-૦૧-૨૦૨૩ ને ગુરૂવાર ના રોજ મોરબી નજીક શનાળા પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ કાલાવાડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનનો સન્માન સમારોહ યોજાશે.

મોરબી સીરામીક એસોસિએશન અને મોરબી જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન દ્વારા આગામી તા.19ને ગુરુવારે બપોરે 3-30 કલાકે શનાળા પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે નવા ચૂંટાયેલા મોરબી સીટ પરના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ કાલાવાડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, જાણીતા ઉધોગકાર સવજીભાઈ ધોળકિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહનભાઈ કુંડારિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Related Articles

Total Website visit

1,609,116

TRENDING NOW