Tuesday, June 23, 2026

મોરબી શહેર ની તાલુકા શાળા નંબર 1 અને બુનિયાદી કન્યા શાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

આજ રોજ તારીખ:-૨૮/૦૬/૨૦૨૫ નાં રોજ મોરબી શહેર ની તાલુકા શાળા નંબર 1 અને બુનિયાદી કન્યા શાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોરબી તાલુકાના કેળવણી નિરીક્ષક શ્રી અશોકભાઈ વડાલીયા સાહેબ તથા સી.આર.સી.કો ઓર્ડીનેટર શ્રી ઉમેશભાઈ બોપલીયા સાહેબે હાજરી આપી હતી.આજના આ કાર્યક્રમમાં આંગણવાડી,બાલવાટિકા તથા ધોરણ-૧ નાં બાળકો ને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો . ધોરણ:- ૩ થી ૮ માં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા તેમજ શાળામાં દાન આપનાર દાતાઓ પ્રજ્ઞાબેન રણછોડભાઈ ફુલતરીયા (શિક્ષક તાલુકા શાળા નંબર 1 મોરબી) તેમજ વિનોદભાઈ પ્રફુલચંદ્ર બુધ્ધદેવ (જાગૃતિ યુનિફોર્મ) નું સન્માન કરવામાં આવ્યું.વી.સી.ફાટક પાસે ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા કર્મચારી શ્રી માવજીભાઈ સુખાભાઈ ચાવડા જેવો ટ્રાફિક માં શાળાના બાળકોને હર હંમેશ ઉપયોગી બની રોડ ક્રોસ કરાવતા હોય તેમનું પણ સન્માન કરવામાં આવ્યુ શાળાનાં આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ સદાતીયા તથા કિરીટભાઇ બોપલીયા તેમજ બન્ને શાળાના તમામ શિક્ષકો ની મહેનત થી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.

Related Articles

Total Website visit

1,609,083

TRENDING NOW