Wednesday, March 11, 2026

મોરબી: વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની વ્હારે જય અંબે ગ્રુપ: 40 હજાર નળીયાની સહાય

Advertisement
Advertisement
Advertisement

મોરબી: તાઉતે વાવઝોડાએ ગુજરાતના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં વાવઝોડાએ ભારે તબાહી મચાવી છે. અનેક લોકોનાં ઘરોનાં નળિયાને નુકસાન પહોંચ્યું છે. અનેક લોકો વાવાઝોડાનાં કારણે બેઘર થયા છે ત્યારે અસરગ્રસ્તોનો પુનઃ વસવાટ થાય તે માટે મોરબીનું જય અંબે સેવા ગ્રુપ અસરગ્રસ્તોની વ્હારે આવી વાવાઝોડાં ગ્રસ્ત વિસ્તારમાં 40 હજાર નળીયાની સહાય કરી છે.

મોરબીના જય અંબે સેવા ગ્રુપના પ્રમુખ અને ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા વાવોઝોડાગ્રસ્ત ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકામા જરૂરિયાતમંદ લોકોને 15,000 નળિયા તથા અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામા 25,000 હજાર નળીયા મોકલવામાં આવ્યા હતા. અને આ નળીયા રૂબરૂ જઈને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે એની વ્યવસ્થા પણ કરાવી હતી. આ રીતે જય અંબે ગ્રુપે વાવોઝોડાગ્રસ્ત વિસ્તારમા કુલ 40 હજાર નળીયાનું વિતરણ કરીને માનવનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

Related Articles

Total Website visit

1,595,281

TRENDING NOW