Sunday, June 7, 2026

મોરબી: રોહીદાસપરામા શેરીમાં એંઠવાડો નાખવા બાબતે બે પક્ષ વચ્ચે છૂટા હાથે મારામારી, સામસામે ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: રોહીદાસપરામા શેરીમાં એંઠવાડો નાખવા બાબતે બે પક્ષ વચ્ચે છૂટા હાથે મારામારી, સામસામે ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના રોહીદાસપરામાં શેરીમાં એંઠવાડો નાખવા જેવી નજીવી બાબતે બે પક્ષ વચ્ચે છૂટા હાથે મારામારી થઈ હતી જેમાં બંને પક્ષો દ્વારા એક બીજા વિરુદ્ધ સામ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં રોહીદાસપરા મેઈન રોડ બાલમંદિરની બાજુમાં રહેતા કેસુરભાઈ અમરાભાઇ સોલંકી (ઉ.વ.૬૨) એ આરોપી રવિભાઇ પરસોતમભાઇ ચૌહાણ, તુષાર દિપકભાઇ ચૌહાણ, પ્રથમ દિપકભાઇ ચૌહાણ, જીગુભાઇ હકાભાઇ ચૌહાણ, કિશોરભાઇ રમેશભાઇ ચૌહાણ, મયુર પરસોતમભાઇ ચૌહાણ, મીનાબેન પરસોતમભાઇ ચૌહાણ રહે બધા રહે રોહીદાસપરા,વિશીપરા મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીના પત્ની શેરીમા એઠવાડો નાખવા જતા આરોપી મીનાબેન પરસોતમભાઇ ચૌહાણ નાઓને સારૂ નહી લાગતા ફરીયાદીના પત્ની સાથે બોલાચાલી કરી ઝઘડો કરી બિભત્સ ગાળો આપતા ફરીયાદી તથા સાહેદે ગાળો આપવાનીના પાડતા આરોપી મીનાબેન એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને સાહેદ સાથે ઝઘડો કરવા લાગતા જે ઝઘડા દરમ્યાન આરોપી મીનાબેનના કૌટુંબીક ભાઇઓ આરોપી રવિભાઇ પરસોતમભાઇ ચૌહાણ, તુષાર દિપકભાઇ ચૌહાણ, પ્રથમ દિપકભાઇ ચૌહાણ, જીગુભાઇ હકાભાઇ ચૌહાણ, કિશોરભાઇ રમેશભાઇ ચૌહાણ, મયુર પરસોતમભાઇ ચૌહાણના આવી લાકડાના ધોકા તથા એલ્યુમીનીયમની ચોરસ પટ્ટી તથા છુટા પથ્થરના ઘા મારી ફરીને માથાના ભાગે તથા સાહેદોને માર મારતા નાની મોટી ઇજાઓ પહોંચાડી હોવાની કેસુરભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જ્યારે સામે પક્ષે મોરબીના રોહીદાસપરા મેઈન રોડ વિસીપરામા રહેતા કાન્તાબેન પરસોત્તમભાઈ ચોહાણ (ઉ.વ.૫૦)એ આરોપી કેશુભાઇ ઉર્ફે કારુ અમરાભાઇ સોલંકી, સીધ્ધરાજભાઇ તુલસીભાઇ સોલંકી, વિનોદભાઇ અમરાભાઇ સોલંકી, મુકેશભાઇ વિનોદભાઇ સોલંકી, પુષ્પાબેન કેશુભાઇ સોલંકી, અભીલાસાબેન તુલસીભાઇ સોલંકી રહે.બધા રહે, રોહીદાસપરા મેઇન રોડ વીશીપરા મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૧૦-૨૦૨૨ ના રોજ રાત્રીના સાળા નવ વાગ્યાના અરસામાં ફરીયાદીના મકાન પાસે આરોપી પુષ્પાબેન એઠવાળ નાખતા ફરીયાદીએ એઠવાળ નાખવાની ના પાડતા આરોપીને સારુ ન લાગતા ફરીયાદી સાથે તેમજ ફરીયાદીના જેઠના દિકરો તથા ફરીયાદીની દિકરી સાથે બોલાચાલી કરી ઝગડો કરી બીભત્સ ગાળો આપી ફરીયાદીને તેમજ સાહેદને છુટા પથરના ઘા મારી તેમજ ઢીકા પાટુનો મારમારી આરોપીઓએ ગેરકાયદેશર મંડલી રચી આરોપી કેશુભાઈએ પાઇપ ધારણ કરતા તેમજ આરોપી મુકેશભાઈએ હાથમા તલવાર ઘારણ કરતા તેમજ અન્ય આરોપીઓએ છુટા પથર તેમજ ઇંટુના ઘા મારી ફરીયાદી તેમજ સાહેદોને મુંઢ ઇજા પહોંચાડી હોવાની કાન્તાબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

આ બનાવ અંગે બંને પક્ષે સામસામે ફરીયાદ નોંધાવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બંને પક્ષો વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,800

TRENDING NOW