મોરબી: રેલ્વે સ્ટેશન રોડ પરથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો
મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ પર ચિત્રકુટ ટોકીઝની પાછળની શેરીમાંથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ પર ચિત્રકુટ ટોકીઝની પાછળની શેરીમાં જાહેરમાં આરોપી સોહીલભાઈ ઉર્ફે સવો સલીમભાઈ મોવર ( રહે. મહેન્દ્રપરા શેરી નં -૧૪) ને ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૫ કિં. રૂ.૧૮૭૫ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





