મોરબીના રવાપર ગામે જુની અદાવતનો ખાર રાખી આધેડને માર માર્યો
મોરબીના રવાપર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીનો ખાર રાખી આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે રહેતા ભીખાભાઈ આપાભાઈ જારીયા (ઉ.વ.૪૫) એ આરોપી અજય પ્રતાપભાઈ ચાવડા, પ્રદીપભાઈ ચાવડા, સતિષભાઈ રમેશભાઈ ચાવડા (રહે ત્રણે રવાપર મોરબી) વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદી ભીખાભાઈના પત્ની ભારતીબેન ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવાપર ગામની પંચાયતના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હોય જે બાબતની જુની અદાવત રાખી આરોપી અજયભાઈ તલવાર વડે ફરીયાદીને ડાબા હાથ તથા સાહેદને જમણા કાનના ભાગે તથા આરોપી પ્રદીપભાઈ એ લોખંડના પાઈપ વડે ફરીયાદીને જમણા હાથે તથા જમણા પગે તેમજ વાસાના ભાગે તેમજ સાહેદને ડાબી આંખ ઉપર તથા આરોપી સતિષભાઈ એ લાકડાના ધોકા વડે ફરીયાદીને ઘા મારી તેમજ ત્રણે આરોપીએ ભેગા મળી ફરીયાદી તથા સાહેદને ગાળો આપી ઝપાઝપી કરી શરીરે મુંઢ ઈજા તેમજ ફરીયાદી ને વાસાના ભાગે ફેક્ચર જેવી ઈજા કરી એકબીજાને ગુન્હામાં મદદ કરી હતિ. આ બનાવ અંગે ભીખાભાઈ દ્વારા મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





