મોરબી માં ખોટી ફરિયાદના રિવાજ કાયમ થઈ ગયા હોય તેમ પી આઈ ચારેલે ગેંગ રેપ માં બી સમરી ભરી, પીડિતા ગમે ત્યારે હાઈકોર્ટના દ્વારે
મોરબીમાં ચર્ચિત ગેંગ રેપ કેસ મા મોરબી તાલુકા પોલીસે તપાસના નામે કુંડાળા કર્યા, રાજકોટની એક પીડિતા મોરબી ખાતે બ્યુટીપાર્લર નો વ્યવસાય કરતી હતી
આ પીડિતા સાથે બે વ્યક્તિએ દુષ્કર્મ કર્યું અને ત્રીજા વ્યક્તિએ ઢાંકપિછોડો કરવામાં મદદ કરી હોવાની પીડિતા દ્વારા પોલીસમાં તારીખ 28 12 2024 ની અરજી આપી હતી જે અરજી બાદ CCTV જેવા મહત્વના પુરાવા નાશ થઈ જાય તે માટે પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરી જેથી થોડાક મહિના બાદ પીડિતાએ સોશિયલ મીડિયામાં તેની સાથે બનેલી બીના નો વીડિયો બનાવ્યો હતો
જે વિડિઓ તમામ મીડિયા માં પ્રસારિત થતા અચાનક પોલીસ ફરિયાદ નોંધી હતી જેમાં બે જ આરોપીના નામ જોગ ફરિયાદ લીધી હતી અને ત્રીજી વ્યક્તિ નો બચાવે કરવા આ બનાવ અમારા હદ માં ન આવે તેની ફરિયાદ તમારે બીજા પોલીસ સ્ટેશનમાં કરવી તેવા જવાબ આપ્યા
ફરિયાદ લખાઈ રહી હતી ત્યારે ફરિયાદીને પણ આરોપી બનાવવા એ ડિવિઝન માં ફરિયાદી વિરુદ્ધ ખંડણી અને એટ્રોસિટી ની ફરિયાદ લેવામાં આવી જેથી આખા મોરબીમાં પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા હતા
પરંતુ પી આઈ ચારેલ ત્યારે શંકાની સોઈ ઉપર આવ્યા જયારે ગંભીર ગુનાના ફરાર આરોપીને કોર્ટના કેમ્પસ માંથી અટક કરી ને નિવેદન લઈ ને જવા દીધો અને પીડિતા જ્યારે રાજકોટ હોટલ માં જમી રહી હતી ત્યારે બાજુના ટેબલ ઉપર તેના ઉપર ગેંગરેપ કરનાર આરોપી નંબર બે બેઠો હતો જેથી પીડિતા એ રાજકોટ પોલીસ ને જાણ કરી અટકાયત કરાવી પરતુ પી આઈ ચારેલ ની ટેલિફોનીક સૂચનાથી જાણ કરી કે આ ફરિયાદમાં આરોપીઓ વિરુદ્ધ બી સમરી ભરી છે
અને આ બી સમરી કાંડ થી ખુદ પીડિતા પણ અજાણ હતી
ગુજરાતમાં આજ દિન સુધી રેપ ની ફરિયાદમાં બી સમરી ભરાઈ હોઈ એવા બે જ કિસ્સા જગવિખ્યાત છે એક બેલ્જિયમ ની યુવતીનો ઝાયડસના એમ ડી વિરુદ્ધ અને બીજો કારેલીબાગ ગેંગ રેપ કેસ..
પી આઈ ચારેલ દ્વારા શરૂથી જ આરોપીને બચાવવા તપાસને નામે કોઈ જ કાર્યવાહી કરી નહીં ત્યારે પીડિતાએ હોટલ CCTV, હોટલ રજિસ્ટર વગેરે ની તપાસ માટે રજૂવત કરી પરંતુ ચર્ચા એવી પણ છે કે આરોપીના બંડલ ના વજન નીચે પી આઈ ચારેલ દબાઈ ગયા
અને આ કેસમાં મોટા તોડ થયા
હવે પીડિતા ના હાથમાં તપાસના તમામ કાગળો હાથમાં આવતા જ હાઈકોર્ટ માટે તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે અને ગેંગરેપ જેવા ગંભીર ગુનામાં તોપખાના માં નામ લખાવનાર બાબતે શું થશે એ સમય જ બતાવશે





