Wednesday, August 5, 2026

મોરબી સિરામિક એસોસિએશન ના પ્રમુખ શ્દ્વારા સંસદભવન – દિલ્હી ખાતે જીએસટી માં ઘટાડો કરવા બાબતે નાણામંત્રી શ્રીમતી નિર્મલાબેન સિતારમન ને રજૂઆત કરાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિરામિક એસોસિએશન ના પ્રમુખ શ્રી મનોજભાઈ એરવાડીયા અને હરેશભાઈ બોપલિયા
એ સંસદભવન – દિલ્હી ખાતે જીએસટી માં ઘટાડો કરવા બાબતે નાણામંત્રી શ્રીમતી નિર્મલાબેન સિતારમ ને રજૂઆત કરી હતી.જેમાં ટાઇલ્સ ના વેચાણ પર લાગતા ૧૮ ટકા જીએસટી માંથી ૫ ટકા કરવા બાબતે પરસોત્તમ રુપાલા સાહેબે નાણામંત્રી શ્રીમતી નિર્મલાબેન સિતારમ ને જીએસટી બાબતે ઉંડાણ પુર્વક ચર્ચા અને રજુઆત કરી હતી. હાલ માં સિરામિક ઉદ્યોગ મંદીમાં સપડાયો હોય ઉધોગ માટે જીએસટી ઘટાડવો ખાસ જરુરી છે તે બાબતે ધારદાર રજુઆત કરી હતી. જેમાં નાણામંત્રી દ્રારા હકારાત્મક અભિગમ દાખવી ને આગળ ની કાર્યવાહી માટે અધિકારીઓ ને ત્વરીત સુચના આપી. હાજર રહેલા સુખદેવકાકા અને શામજીકાકા એ પણ સિરામિક ના પ્રાણ પ્રશ્નો બાબતે રજુઆત કરી હતી.

પ્રમુખ શ્રી
મોરબી સીરામીક મેન્યુ .એસોસિએશન

Related Articles

Total Website visit

1,624,629

TRENDING NOW