Monday, June 15, 2026

મોરબી ના નગર દરવાજા નજીક ગત મોડી રાત્રે કરિયાણાની દુકાનમાં લાગી આગ.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના નગર દરવાજા નજીક ગત મોડી રાત્રે કરિયાણાની દુકાનમાં લાગી આગ.

મોરબી નગર દરવાજા નજીક ગત મોડી રાત્રીના કરિયાણાની દુકાનમાં આગ ભુભુકતા પળવારમા જ આ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ત્રણ માળનું બિલ્ડીંગ આગમાં ખાખ થઈ ગયું હતું અને વહેલી સવાર સુધી આગ બુઝાવવાની કામગીરી ચાલી હતી, આગના કારણે લાખોની નુક્શાનીની આશંકા સેવાઈ રહી છે.
મોરબી ફાયર બ્રિગેડ વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નગર દરવાજા ચોક પાસે આવેલી શેરી નંબર – 2મા ડી.પી.કિરણા સ્ટોર નામની દુકાનમાં ગતરાત્રીના 11.40 વાગ્યાના અરસામાં આગ લાગ્યા અંગેનો કોલ આવતા ફાયર બ્રિગેડે પળવારનો વિલંબ કર્યા વગર મોરચો સંભળી વહેલી સવારે 4.30 વાગ્યા સુધી સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

વધુમાં આગ એટલી વિકરાળ હતી કે કરિયાણાની દુકાનના ત્રણે ત્રણ માળ આગની ચપેટમાં આવી ગયા હતા અને આજુબાજુની દુકાનોમા પણ આગ લાગવાનું જોખમ સર્જાયું હતું. જો કે આગ કયા કારણોસર લાગી તે અંગેનું કોઈ કારણ સામે આવ્યું નથી. આગની આ ઘટનામા લાખો રૂપિયાની નુક્શાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે.

Related Articles

Total Website visit

1,608,461

TRENDING NOW