Sunday, August 2, 2026

મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલના રાજીનામા બાદ કોંગ્રેસમાં ભડકો, અન્ય ચાર હોદ્દેદારોએ પક્ષમાંથી આપ્યું રાજીનામું.

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલના રાજીનામા બાદ કોંગ્રેસમાં ભડકો, અન્ય ચાર હોદ્દેદારોએ પક્ષમાંથી આપ્યું રાજીનામું.

મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે થોડા દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું ત્યારબાદ મોરબી જિલ્લા કોંગ્રેસમાંથી અન્ય ચાર જેટલા હોદ્દેદારોએ પણ પોતાનો છેડો ફાડ્યો છે.

આ અંગે વિગતવાર વાત કરવા જઈએ તો થોડા દિવસ પૂર્વે કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાની નિમણૂક કરવામાં આવતા રાજકારણ ગરમાયું હતું અને મોરબી જિલ્લા કોંગ્રેસમાં વિખવાદ જોવા મળ્યો હતો ત્યારબાદ મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી એવા જયંતીભાઈ પટેલે રાજીનામું આપ્યું હતું પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો. અને કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું ત્યારબાદ આજરોજ અન્ય ચાર જેટલા હોદ્દેદારોએ પણ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો છે. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પ્રકાશભાઈ બાવરવા, મોરબી શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વીડજા, તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતનભાઇ એરવાડીયા તથા મોરબી શહેર કોંગ્રેસ સેવાદળના પ્રમુખ જાનમામદ ચાનિયા એ પણ કોંગ્રેસ પક્ષના તમામ પદ પરથી તથા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારે ધીમે ધીમે મોરબી જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી તૂટી રહી હોય તેવો ઘાટ સર્જાઇ રહ્યો છે.

Related Articles

Total Website visit

1,624,234

TRENDING NOW