Friday, March 13, 2026

મોરબી: ઓનલાઇન ઓધોગિક ભરતીમેળામાં સહભાગી થવા બાબતે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મુખ્ય મંત્રીના સુશાસનનાં પાંચ વર્ષ પુર્ણ થતા હોય તેથી તા.૦૬/૦૮/૨૦૨૧ ના રોજ “યુવા શક્તિ દિન” નિમિતે એનાયતપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન થનાર છે. રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા તા.૦૩/૦૮/૨૦૨૧ સુધી રોજેરોજ ઓનલાઇન ભરતીમેળાઓનાં આયોજન કરવામાં આવેલ છે. જેમાં નોકરીદાતાંઓ દ્વારા ઓનલાઇન ઇન્ટરવ્યું દ્વારા પસંદગીની પ્રકિયા હાથ ધરવામાં આવે  છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કક્ષાના કાર્યક્ર્મો ઉચ્ચ પદાધિકારિઓ/મહાનુભાવોની હાજરીમાં જિલ્લા કક્ષાએ યોજાનાર છે.

આ ભરતી મેળામાં ભાગ લેવાં ઇચ્છુક ઉમેદવારોએ https://forms.gle/GXfbg4x6eTyjfWcz5 લિન્ક પર રજીસ્ટ્રેશન કરવા તેમજ નોકરીદાતાઓએ https://forms.gle/ptNBJDcyjRLsxC93A  આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન  કરવા જિલ્‍લા રોજગારી અધિકારી મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવેો છે.

વધુમાં આ ભરતી મેળામાં જે ઉમેદવારોએ રોજગાર વિનીમય કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેઓ પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શક્શે અને ભરતીમેળામાં સહભાગી થઇ શકશે તેમજ વધુ માહિતી માટે હેલ્પલાઇન નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્‍લા રોજગારી અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,595,579

TRENDING NOW