Saturday, June 20, 2026

મોરબી અલગ અલગ જગ્યાએ જુગાર રમતા કુલ દશ ઇસમો ઝડપાયાં

Advertisement
Advertisement
Advertisement

મોરબી અલગ અલગ જગ્યાએ જુગાર રમતા કુલ દશ ઇસમો ઝડપાયાં

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ બોદ્ધનગર ફિલ્ટર હાઉસ નજીક તથા ભડીયાદ કાંટે જાહેર જુગાર રમતા કુલ દશ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય ત્યારે પ્રથમ રેઇડ દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ બૌધ્ધનગર ફિલ્ટર હાઉસ પાસે આંબેડકર સ્ટેચ્યુ વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો રમેશભાઇ બીજલભાઇ મકવાણા (ઉ.વ.૩૪) રહે. મોરબી-૨ નજરબાગ રેલ્વે સ્ટેશન સામે ખીજડાવાળી શેરી, રમેશભાઇ કરશનભાઇ ચૌહાણ (ઉ.વ.૫૩) રહે. મોરબી-૨ સો-ઓરડી મહાવીર પાર્ક , અફજલભાઇ ઉર્ફે જલો અકબરભાઇ સમા (ઉ.વ. ૨૮) રહે. મોરબી-૨ સો ઓરડી શેરી નં.૬, કુવરજીભાઇ ઉર્ફે મુન્નો હિરાભાઇ વઘોરા (ઉ.વ.૪૫) રહે. મોરબી-૨ બૌધ્ધનગર ફિલ્ટર હાઉસ સામે, જયેશભાઇ સંદીદાન ઇશરાણી (ઉ.વ.૫૦) રહે. સો-ઓરડી શેરી નં.૭ મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૨૩૦૦ ના મુદ્દામાલ સાથે સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

જ્યારે બીજી રેઇડ દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ભડીયાદ કાંટે જવાહર સ્કૂલ પાસે રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો ખીમજીભાઇ ગોવીંદભાઇ ચૌહાણ (ઉ.વ.૫૩) રહે. મોરબી-૨ બૌધ્ધનગર શેરી નં.૪, હરિભાઇ કલાભાઇ મકવાણા (ઉ.વ.૫૨) રહે. મોરબી-૨ બૌધ્ધનગર શેરી નં.૪, કાદરભાઇ કાસમભાઇ પઠાણ (ઉ.વ.૩૯) રહે. મોરબી-૨ સો-ઓરડી, ચંદુભાઇ પોપટભાઇ શિહોરીયા (ઉ.વ.૫૪) રહે. મોરબી-૨ સો-ઓરડી શેરી નં.૧, રાજેશભાઇ મનુભાઇ મુછડીયા (ઉ.વ.૪૨) રહે. બૌધ્ધનગર શેરી નં.૪ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૩૧૦૦ ના મુદ્દામાલ સાથે સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

તમાંમ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,872

TRENDING NOW