Saturday, June 27, 2026

મોરબી: અણીયારી ચોકડી નજીક બોલેરો ગાડીના ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો 

Advertisement
Advertisement
Advertisement

મોરબી: અણીયારી ચોકડી નજીક બોલેરો ગાડીના ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો 

મોરબી: અણીયારી ચોકડી પાસેથી મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડીમાં ચોર ખાનામાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૯૨ કી.રૂ. ૧,૨૬,૪૮૦/- મળી કુલ રૂ. ૬,૨૬,૪૮૦/-નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ કાર્યરત હોય તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલને સયુંકતમાં ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના અણીયારી ચોકડી પાસે આવેલ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-36-T-1992 વાળીના ઠાઠામાં ચોરખાનુ બનાવી તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી તેના વેચાણ કરવાના ઇરાદે સંતાડી તેની હેરાફેરી કરતો હોવાની ચોકકસ બાતમી મળેલ હોય જે બાતમીના આધારે રેઇડ કરતા ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો પરપ્રાંતીય ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૯૨ કિં .રૂ. ૧,૨૬,૪૮૦ મહિન્દ્રા બોલેરો ગાડી કિં રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૬,૨૬,૪૮૦ નો મુદામાલ મળી આવતા મોરબી તાલુકા પોલીસે સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. તેમજ આરોપી મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-36-1-1992 વાળીનો ચાલક સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,612

TRENDING NOW