Sunday, June 28, 2026

મોરબીના લાતી પ્લોટમાં ટ્રાન્સપોર્ટની ઓફીસમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક પકડાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લાતી પ્લોટમાં ટ્રાન્સપોર્ટની ઓફીસમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક પકડાયો

મોરબી: મોરબીના લાતી પ્લોટમાં શેરી નં-૦૭ જય ગુજરાત ટ્રાન્સપોર્ટની ઓફીસમાંથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે પકડી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં જી.આઈ.ડી.સામે રામેશ્વર સોસાયટીમાં રહેતા મનીષભાઈ લલીતભાઈ કોટક (ઉ.વ.૪૫) એ પોતાના કબ્જા ભોગવટા વાળી જય ગુજરાત ટ્રાન્સપોર્ટની ઓફીસમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૫ કુલ કિં રૂ.૧૭૫૦ નો મુદ્દામાલ મળી આવતા રેઇડ દરમ્યાન આરોપી મનીષભાઈ લલીતભાઈ કોટક રહે. જી.આઈ.ડી.સામે રામેશ્વર સોસાયટીમાં મોરબીવાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ વિશાલભાઈ દિલીપભાઈ દવે રહે. માધાપર મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,615

TRENDING NOW