મોરબી : હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોના સંક્રમિત થતાં હોમ કોરોન્ટાઇન થઇ સારવાર મેળવી રહ્યા છે. ત્યારે મોરબીમાં રામાનંદી સાધુ સમાજના હોમ કોરોન્ટાઇન વ્યકિતઓ કે જેને કોઇ જમવાનું બનાવી આપે તેમ નથી તે વ્યકિતને બપોરે અને સાંજે ફ્રી ટિફિન આપવામાં આવશે. આ સેવા મેળવવા માટે જીતેશ જે. કુબાવતનો મો. 98795 26699 પર સંપર્ક કરી ફ્રી ટીફીન મેળવી શકશે.