Thursday, June 18, 2026

મોરબીમાં ડો.બાબાસાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ડો.બાબાસાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાયા

મોરબીમાં રોહીદાસપરામાં વિજયનગર પાસે ભીમરાવનગરમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર પ્રા. વિદ્યાલય ખાતે ડો.બાબાસાહેબ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિ:શૂલ્ક શિક્ષણના લાભાર્થે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ વેળાએ દીકરીઓને કરિયાવર પેટે સોના-ચાંદીના દાગીના સહિત અનેક વસ્તુઓ આપી ધામધૂમથી સાસરે વળાવવામાં આવી હતી. આ પ્રસંગે સમૂહલગ્નમાં દાન આપનાર દાતાઓનું તથા ઉપસ્થિત રહેનાર સામાજિક-રાજકીય આગેવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સમુહલગ્નમાં ડો.બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઇ ભીખાભાઈ લોહિયા 15 યુગલોને બંધારણનુ પુસ્તક આપી તેનુ મહત્વ સમજાવ્યુ હતુ. આ તકે ઉપસ્થિત રહેલા જાન પક્ષ, માંડવા પક્ષના મહેમાનો તેમજ આમંત્રિત મહેમાનો અને શાળા પરીવારે આ પહેલને બીરદાવી અને આચાર્ય ભરતભાઇ ભીખાભાઇ લોહિયાને અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Total Website visit

1,608,587

TRENDING NOW