Wednesday, June 17, 2026

મોરબીની વજેપર શેરીમાં ગાળો બોલવાની ના પાડતાં મહિલા પર બે શખ્સોનો હુમલો

Advertisement
Advertisement
Advertisement

મોરબીની વજેપર શેરીમાં ગાળો બોલવાની ના પાડતાં મહિલા પર બે શખ્સોનો હુમલો

મોરબી શહેરમાં આવેલ વજેપર શેરીમાં મહિલાના ઘર પાસે બે શખ્સો ગાળો બોલતા હોય જેથી ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ મહિલા તથા સાથીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી મહિલાની ગાડીમાં પથ્થર મારી નુકસાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેર આવેલ વજેપર શેરી નં -૨૨ માં રહેતા હિરલબેન દિલીપભાઈ કંજારીયા (ઉ.વ‌.૩૩) એ આરોપી રવીભાઈ ઉર્ફે બુચીયો દેવજીભાઈ કોળી તથા ગીરીશભાઈ નારણભાઈ કંજારીયા રહે.‌બંને વજેપર મોરબીવાળા વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે બન્ને આરોપીઓ ફરીયાદીના ઘરા પાસે ગાળો બોલતા હોય જેથી ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદી તથા સાથીને ગાળો આપી તથા ઢિકા-પાટુંનો માર મારી તથા છુટા પથ્થાર નો ઘા કરી ફરીયાદીને માથાના ભાગે મૂઢ ઇજા કરી તથા ફરીયાદીની ગાડી રજીસ્ટર નંબર- જીજે-૩૬-બી-૪૦૩૬ વાળી બહાર પડેલ જેના ઉપર પણ પથથર ઘા કરી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,524

TRENDING NOW