Sunday, June 7, 2026

મોરબીના સોખડા પાટીયા નજીક આવેલ બાલાજી હોટલમાં કામ કરતો આધેડ ગુમ, હોટલના શેઠ વિરૂધ આક્ષેપ…!!

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સોખડા પાટીયા રોડ પર આવેલ બાલાજી હોટલમાં કામ કરતો રાજસ્થાનનો આધૂડ ગુમ થયો હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદમાં બાલાજી હોટલમાં દિવાળીની રજા માંગવા મુદ્દે શેઠે આધેડને માર માર્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.

ફરિયાદી સવાઈ રામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, પોતાના કાકાનો છોકરો સખી રામ સેદાન (ઉ.વ.53 રહે.ઇન્તાદા બાડમેર રાજસ્થાન) ઇન્તાદા ગામના પ્રવિણ ભમરા રામ (ઉ.વ.22) ની સાથે છેલ્લા 15 દિવસથી સોખડા પાટીયા પાસે આવેલ બાલાજી હોટલમાં કામ કરતા હતા. પ્રવિણ રામ તેની ડ્યુટી રાતમાં હતી અને સખી રામ જે દિવસમાં હોટલની અંદરનું કામ કરતો હતો. આશરે તા.01/11/21 ના રોજ સાંજે 4 થી 4:30 ની વચ્ચે ગુમ થયેલ છે. આ અંગે પ્રવિણ રામને હોટલના સ્ટાફે આશરે સાંજે 5:30 વાગે સખી રામ ક્યાંક ગુમ થય ગયો હોવાની જાણ કરી હતી. જેથી પ્રવિણ રામ હોટલના શેઠને જઈને સખી રામ વિશે પુછ્યુ હતું. જ્યારે શેઠ મુકેશ ચૌધરીએ મને કંઈ ખબર નથી તેવો જવાબ આપ્યો હતો અને તે ક્યાં ગ્યો એ તમારી જવાબદારી છે મારી નહીં તેવો જવાબ આપ્યો હતો.

સખી રામ હોટલમાં કામ કરવા આવ્યો તેના 10 દિવસે જ્યારે સખી રામે શેઠ મુકેશ ચૌધરીએ પાસે જઈને દિવાળી પર ગામ જાવ છું. ત્યારે શેઠે તેને માર મારી ક્યાંય જવાનું નથી અહી જ કામ કરવાનું છે. તેવા બાલાજી હોટલના શેઠ વિરૂધ આક્ષેપ સાથે પોલીસ સબ ઇન્સ.ને લેખિત ફરિયાદ આપી રજુઆત કરવામાં આવી છે. જ્યારે ફરિયાદી સવાઈ રામે જણાવ્યું હતું કે, હોટલના શેઠને સીસીટીવી ચેક કરવાનું કહેતા પણ તેણે ચોખી ના પાડી તેમાં કંઈ આવેલ નથી તેમ કહ્યું હતું વધુમાં પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગે પોલીસ ફરિયાદ શેઠે નોંધાવી હોવાથી પરિવારને ચિંતા ન કરવા શેઠે કહ્યું હતું. જેથી ફરિયાદી સવાઈ રામ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુમસુદા ફરિયાદ અંગે પુછતાછ કરતા આવી કોઈ પોલીસ મથકે ફરિયાદ જ નહીં નોંધાઇ હોવાનું સામે આવ્યું હોવાનું સવાઇ રામે જણાવ્યું હતું.

સખી રામને એક નાનો દિકરો અને એક દિકરી છે. અને તેના ઘરનું ભરણ ષોપણ અને કમાવા માટે રાજસ્થાનથી મોરબી આવ્યો હતો. સખી રામ થકી જ પરિવારનું ગુજરાન ચાલતુ હોય જેથી તે જ્યાં ક્યાય પણ ઉપરોક્ત ફોટાવાળો વ્યક્તિ જોવા મળે તો મો.6378579287 પર સંર્પક કરવા અપિલ કરવામાં આવી છે. અને જો તેના સાથે થયેલ વર્તન ના કારણે કોઈ અવળુ પગલું હશે તો હોટલના માલિકની જવાબદારી રહેશે તેવો ફરિયાદી સવાઈ રામે જણાવ્યું હતું

Related Articles

Total Website visit

1,607,798

TRENDING NOW