મોરબીના સાપર ગામની સીમમાંથી બાઈકની ચોરી
મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ શાક માર્કેટમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર યુવકે ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ચંદનકુમાર અર્જુનસિંગ કુસવહા (ઉ.વ.૩૦) મૂળ બિહારના વતની અને હાલ રહે. મોરબીના રંગપર ગામની સીમમાં સોનો સેનેટરી કારખાનાના લેબર ક્વાર્ટરમા તા.જી. મોરબીવાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૧-૦૫-૨૦૨૩ ના રોજ સાંજના પાંચ થી છ વાગ્યાના અરસામાં ફરીયાદીનુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર આઈ. સ્માર્ટ મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-36-A-9123 જેની કિંમત રૂ.૨૦,૦૦૦ વાળું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર ચંદનકુમારે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





