Saturday, June 13, 2026

મોરબીના લાતી પ્લોટમાં CNG રીક્ષામાંથી વિદેશી દારૂની 48 બોટલો સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લાતી પ્લોટમાં CNG રીક્ષામાંથી વિદેશી દારૂની 48 બોટલો સાથે એક ઝડપાયો

મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ ઉપર લાતી પ્લોટ શેરી નં -૧૨ માથી ધોબી શેરી તરફ જતા રસ્તામાં સિ.એન.જી. રીક્ષામાંથી વિદેશી દારૂની ૪૮ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ ઉપર લાતી પ્લોટ શેરી નં -૧૨ માથી ધોબી શેરી તરફ જતા રસ્તામાં આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળી સી.એન.જી. રીક્ષા રજીસ્ટર નંબર -જીજે-૦૩- એએક્સ -૩૭૧૫ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૪૮ કિં રૂ. ૨૪૦૦૦ તથા રીક્ષા કિં રૂ.૬૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૮૪૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અવેશભાઈ રમજુભાઈ ચાનિયા (ઉ.વ.૩૫) રહે. લાતી પ્લોટ શેરી નં -૧૧-૧૨ વચ્ચે મોરબીવાળાને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ તોફીકભાઈ દાઉદભાઈ ચાનિયા રહે. લાતી પ્લોટ શેરી નં -૧૨ મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,380

TRENDING NOW