Monday, June 22, 2026

મોરબીના રૂષભ સોસાયટી માંથી આઈપીએલ નો સટ્ટો રમતા 9 ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રૂષભ સોસાયટી માંથી આઈપીએલ નો સટ્ટો રમતા 9 ઝડપાયા.

મોરબીના રૂષભ સોસાયટીના ગેટ પાસે આવેલ એપાર્ટમેન્ટમાં આ કામના આરોપીના રહેણાક મકાનમાં નવ જેટલા ઈશમો મળી ચાલી રહેલા આઈપીએલ મેચ પર સટ્ટો રમતા હોય ત્યારે પોલીસે તેમને પકડી પાડ્યા છે ત્યારે બે ઈસમો ફરાર થઈ જતા તેને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીમાં રૂષભ સોસાયટીના ગેઈટ પાસે અભિપેલેસ બીલ્ડીંગ આરોપી અજયભાઇ કરશનભાઇ બાકુના રહેણાંક ફ્લેટ મકાનમાં આરોપી અજયભાઇ તથા આરોપી જય લલિતભાઈ અધેરા તથા મિત જયેશભાઇ કાલરીયાએ મળી નવ ઈસમોને કામે રાખી મેળાપણુ કરી લેપટોપ, મોબાઇલ ફોનથી ટાટા આઇ.પી.એલ.માં ચાલતી ચેન્નઇ સુપર કિંગ્સ તથા દિલ્હિ કેપીટલ વચ્ચે ચાલતી ક્રિક્રેટ સીરીજ મેચમાં TIGER EXCHANGE.COM, GO EXCHANGE.COM, INDIA KHEL.COM, KING EXCHANGE.COM, VIP EXCHANGE.COM, નામના ડોમીનમાં આરોપીઓની I2RAJA13, INDIANVIP2 વાળી આઇ.ડી.માં જુદી જુદી રમતો ક્રિક્રેટ, હોકી, ફુટબોલ વિગેરેમાં આઇ.ડી.ઓ બનાવી તેમાં જુદાજુદા ગ્રાહકો સાથે તાજેતરમાં ચાલતી ટાટા આઇ.પી.એલ.માં ચાલતી ચેન્નઇ સુપર કિંગ્સ તથા દિલ્હિ કેપીટલ વચ્ચે ટી ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન મોબાઇલ ફોનથી રન ફેરના તથા મેચની હારજીતનો જુગાર રમતા આરોપી અજયભાઇ કરશનભાઇ બાકુ, વિક્રમભાઇ નાનજીભાઇ જોષી, નિકુલભાઇ ભુરાભાઇ આશલ, મોન્ટુભાઈ અમૃતભાઈ જોશી, મુકેશભાઇ ભાવાભાઇ ચીભડીયા, હસમુખભાઇ શિવરામભાઇ આશલ, નવીનભાઇ ગંગારામભાઇ જોષી, અશોકભાઇ ભુરાભાઇ જોષી, પ્રવિણકુમાર રાણાભાઇ ગામોટ રહે. બધાં અભિપેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૨૦૧ રૂષભ સોસાયટી સોસાયટી ગેઇટ પાસે મોરબી વાળા પાસેથી ચાર લેપટોપ તથા મોબાઇલ ફોન નંગ -૧૭ તથા રોકડા રૂપિયા મળી કુલ કિં રૂ.૨,૬૦,૪૭૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઈસમો જય લલિતભાઈ અધેરા રહે. મોરબી તથા મિત જયેશભાઇ કાલરીયા રહે. રાજકોટવાળા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,965

TRENDING NOW