Tuesday, June 30, 2026

મોરબીના નાની વાવડી ગામે મકાનમાંથી રોકડ-દાગીના મળી 1.39 લાખના મતામાલની ચોરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નાની વાવડી ગામે મકાનમાંથી રોકડ-દાગીના મળી 1.39 લાખના મતામાલની ચોરી

મોરબી: મોરબી તાલુકાના નાની વાવડી ગામે સિધ્ધી વિનાયક સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂ.૧.૩૯ લાખના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ બિપીનભાઈ લાભશંકર મહેતા (ઉ.વ.૩૨) મૂળ રહે પોરબંદર અને હાલ નાની વાવડી ગામે સિધ્ધી વિનાયક સોસાયટીમાં તા.જી. મોરબીવાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૬-૦૯-૨૦૨૩ થી ૧૦-૦૯-૨૦૨૩ સુધીમાં કોઈ પણ સમયે ફરીયાદીના મકાનમાં રાત્રી તેમજ દિવસ દરમ્યાન કોઇ પણ સમયે અજાણ્યા ચોર ઇસમે મકાનમાં ગૃહ અપ પ્રવેશ કરી ફરીયાદીના મકાનના મેઇન દરવાજાનો નકુચો તોડી બેડ રૂમમાં લોખંડના પલંગની બાજુમાં આવેલ કબાટના નીચેના ખાનામાં રાખેલ પતરાની પેટીનો નકુચો તોડી પેટીમાં એક કાપડની થેલીમાં રાખેલ બોક્સમાંથી સોનાનો ચેઇન પેન્ડલ સાથેનો આશરે બે તોલા વજનનો તથા એક સોનાનો હાર તથા તેની બુટ્ટીની જોડી-૧ આશરે ત્રણ તોલા વજન આમ કુલ પાંચ તોલા વજનનુ સોનુ આશરે કિંમત રૂપીયા ૧,૨૪,૦૦૦/- તથા કબાટમાં તેમજ પલંગ ઉપર પડેલ ગાદલાની નીચે કુલ રોકડ રકમ આશરે રૂપીયા ૧૫૦૦૦/- મળી કુલ્લે રૂપીયા ૧,૩૯,૦૦૦/-ના મત્તાની ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર બિપીનભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૦,૪૫૪,૪૫૭, મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,751

TRENDING NOW