મોરબીના નાની વાવડી ગામેથી બાઈકની ઉઠાંતરી
મોરબી: મોરબીના નાની વાવડી ગામે લુહાર શેરીમાંથી કોઈ અજાણ્યો ઈસમ બાઈક ચોરી કરી ગયો હવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે લુહાર શેરીમાં રહેતા પ્રદિપસિંહ બહાદુરસિંહ ઝાલા (ઉ.વ.૩૨) એ અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૪-૦૯-૨૦૨૨ થી ૨૫-૦૯-૨૦૨૨ની વચ્ચે કોઈપણ સમયે નાની વાવડી ગામે લુહાર શેરીમાંથી ફરીયાદીનુ હિરો કંપનીનુ સને ૨૦૨૨ ના મોડલનુ ગ્રે બ્લેક કલરનુ મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-36-AD-5329 જેની કિ.રૂ. ૪૦,૦૦૦/- વાળુ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.





