Tuesday, June 16, 2026

ટંકારાના છતર ગામે ઝઘડામાં વચ્ચે પડેલ યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના છતર ગામે ઝઘડામાં વચ્ચે પડેલ યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબી: ટંકારા તાલુકાના છતર ગામે દેવીપૂજક વાસ અબ્દુલભાઈની દુકાન નજીક ઝઘડો કરતા હતા ત્યારે તેઓને છોડવવા વચ્ચે પડતાં યુવકને ત્રણ શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે દેવીપૂજક વાસમાં રહેતા એગરાજભાઈ ભાઈલાલભાઈ પરમાર (ઉ.વ.૧૮) એ તેમના જ ગામના આરોપી રાજુભાઇ વસ્તાભાઈ પરમાર, અર્જન રાજુભાઇ પરમાર તથા ક્રિષ્ના રાજુભાઇ પરમાર વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧- ૧૦- ૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે છતર ગામે દેવીપૂજક વાસ અબ્દુલભાઈની દુકાન નજીક આરોપીઓ ફરીયાદીના કાકાના દીકરા સોહન તથા ભાઇ યુવરાજ તથા કાકા પ્રવિણ દેવજીભાઈ પરમાર સાથે ઝધડો કરતા હોય જેઓને છોડાવવા ફરીયાદી વચ્ચે પડતા આ ત્રણેય જણાએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી મુઢ ઇજાઓ કરી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો.કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,471

TRENDING NOW