મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ ગેસ્ટ વ્રજ હોટલમાં કૂટણખાનું ધમધમતું હોય જે બાતમીને પગલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે દરોડો કર્યો હતો. અને મુંબઈ અને બંગાળ સહિતના રાજ્યોની ચાર યુવતિ ઝડપાઈ હતી. જ્યારે ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની ધરપકડ કરી છે. તેમજ રોકડ રકમ, મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે વરદાન હોસ્પિટલ પાસે આવેલ વ્રજ ગેસ્ટ હાઉસના માલિક ઘનશ્યામ પ્રભુભાઈ જીંજુવાડિયા (રહે.મોરબી કંડલા બાયપાસ ધર્મસૃષ્ટિ સોસાયટી) અને મેનેજર વિકાસ ચેન્સુખલાલ જૈન (રહે.વ્રજ ગેસ્ટ હાઉસ મૂળ.જોધપુર રાજસ્થાન) વાળા ગેસ્ટ હાઉસમાં અન્ય જીલ્લા અને અન્ય રાજ્યની છોકરીઓ બોલાવી ગેસ્ટ હાઉસમાં કૂટણખાનું ચલાવતા હોય જે બાતમીને પગલે એ ડીવીઝન પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો. અને મળેલ બાતમીની ખરાઈ થતા એ ડીવીઝન પોલીસે દરોડો કર્યો હતો. જેમાં ગેસ્ટ હાઉસમાં રેડ કરતા પશ્ચિમ બંગાળ રાજ્યની એક યુવતી મળી આવી હતી. તે ઉપરાંત ગાંધીનગર જીલ્લાની રહેવાસી અને મુંબઈની રહેવાસી યુવતીઓ મળી આવી હોય જેની પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો.
એ ડીવીઝન પોલીસે આરોપી ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની ધરપકડ કરીને ગુન્હો નોંધ્યો છે. તેમજ રેડ દરમિયાન રોકડ રકમ, 2 મોબાઈલ સહીત 13,300 નો મુદામાલ જપ્ત કર્યો છે. ગ્રાહક દીઠ રૂ.400 યુવતીઓને આપવામાં આવતા હોવાનો ખુલાસો
ગેસ્ટ હાઉસ માલિક અને મેનેજર દેહ વ્યાપાર માટે ગુજરાતના અન્ય જીલ્લા અને મુંબઈ તેમજ બંગાળથી યુવતીઓ બોલાવી દેહ વ્યાપારની પ્રવૃતિઓ કરાવતા હતા.





