હળવદની મોરબી ચોકડી નજીક ઓફીસ ધરાવતા યુવકના મિત્રને કોઈ સાથે ઝઘડો થયો હોય તે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકની ઓફિસમાં ઘુસી માર માર્યો હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદના કણબીપરામા મોરબી દરવાજા પાસે રહેતા પંકજભાઇ ચમનભાઇ ગોઠી જાતે પટેલ (ઉવ.૨૪) એ મયુરરાજસિંહ રાજપુત રહે. સુખપર, રવીરાજસિંહ પઢીયાર રહે. ચરાડવા જયપાલસિંહ રહે. ધર્મેન્દ્રગઢ તાલુકો મુળી અને રાજભા દીલુભા લિબોલા રહે. ઘનશ્યામપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે કે મોરબી ચોકડી પાસે આવેલ તેની ઓફીસે તેનો મીત્ર ચેતન વાણંદને આરોપીના મીત્ર સાથે સામાન્ય બોલાચાલી થયેલ હતી જેનુ મનદુખ રાખી આરોપીઓ ખાનગી વાહનોમા આવ્યા હતા અને તે પોતાની ઓફીસમા સુતેલ હતા ત્યા ઓફીસમા પ્રવેશ કરી ગાળો આપીને ઢીકા પાટુનો માર મારીને મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની સ્કોર્પીયો ગાડી નં- GJ-36-R7773નો કાચ તોડી નુકશાની કરેલ હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.





