Tuesday, June 23, 2026

માળિયાના વવાણીયા ઢુઈ (વર્ષામેડી) ગામે રૂ.10 હજારના પવનચક્કીના કોપર કેબલ વાયરની ઉઠાંતરી

Advertisement
Advertisement
Advertisement

માળિયાના વવાણીયા ઢુઈ (વર્ષામેડી) ગામે રૂ.10 હજારના પવનચક્કીના કોપર કેબલ વાયરની ઉઠાંતરી

માળિયા (મી): માળીયા (મી) તાલુકાના વવાણીયા ઢુઈ (વર્ષામેડી) ગામેથી તાળું તોડી પવનચક્કીનો કોપર કેબલ વાયર રૂ.૧૦,૦૦૦ નો ચોરી કરી લઇ ગયો હોવાની માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના વવાણીયા ગામે રહેતા અને નોકરી કરતા મેઘુભા ભાણજીભા પરમાર (ઉ ‌.વ.૭૫ ) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬-૦૯-૨૦૨૩ ના રોજ ફરીયાદીની સુજલોન કંપનીની પવનચક્કી નંબર VM ૬૪ નુ કોઇ અજાણ્યા ઇસમો તાળુ તોડી પવનચકીના કોપરના કેબલ વાયર કુલ ૨૦૦ મીટર કિમત રૂપીયા આશરે ૧૦,૦૦૦/-નો કાપી ચોરી કરી લઈ ગયો હતો. આ બનાવ અંગે મેઘુભાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯,૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,134

TRENDING NOW