Tuesday, June 23, 2026

ટંકારાના ટોળ ગામે યુવાનને જાતી પ્રત્યે હડધૂત કરી બે શખ્સોએ લાકડી વડે માર માર્યો 

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના ટોળ ગામે યુવાનને જાતી પ્રત્યે હડધૂત કરી બે શખ્સોએ લાકડી વડે માર માર્યો 

ટંકારા: ટંકારા તાલુકાના ટોળ ગામે યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી બે શખ્સોએ લાકડી વડે ફટકાર્યો હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પ્રકાશભાઇ રમેશભાઈ ચાવડા (ઉ.વ.૩૦) રહે. ટંકારા તાલુકાના ટોળ ગામવાળા એ આરોપી ગોપાલભાઈ હરિભાઈ ફાંગલીયા તથા વજાભાઈ ગોવિંદભાઈ ફાંગલીયા રહે. બંને ટોળ ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૬-૦૯-૨૦૨૩ ના રોજ બપોરના આશરે દોઢેક વાગ્યાના અરસામાં આરોપીઓએ ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરેલ હોય જેથી ફરીયાદીએ જ્ઞાતી પ્રત્યે અપમાનીત ન કરવાનુ કહેતા બન્ને આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી લાકડીઓ વડે વાસાના ભાગે તથા ડાબા પગમાં તથા માથાના ભાગે માર મારી શરીરે મુંઢ ઇજાઓ કરી જતા જતા મારી નાખવાની ધમકી આપી હોવાથી ભોગ બનનાર પ્રકાશભાઇએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા એટ્રોસીટી એકટ કલમ- ૩(૧)(આર)(એસ),૩(૨)(૫-એ) તથા જી.પી.એકટ કલમ- ૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,141

TRENDING NOW