Saturday, June 6, 2026

મચ્છુ ૨ નર્મદા કેનાલમાં થતો પાણીનો બગાડ અટકાવવા માટે માંગ.

Advertisement
Advertisement
Advertisement

મચ્છુ ૨ નર્મદા કેનાલમાં થતો પાણીનો બગાડ અટકાવવા માટે માંગ.

જળ સંચયના કાર્યક્રમ વચ્ચે મોરબીની મચ્છુ ૨ સિંચાઈ યોજના અને નર્મદા સિંચાઈ યોજનાની કેનાલોમાં થતા પાણીનો બગાડ અટકાવવા સંસ્થા અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રીને પર લખી રજૂઆત કરી છે

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે ચાલુ રવિ સીઝનમાં નર્મદા યોજનાની કેનાલોમાં તેમજ મચ્છુ ૨ યોજનાની કેનાલમાં ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યું છે પરંતુ પાણીનો બગાડ થઇ રહ્યો છે અને વધારાનું પાણી છેક દરિયામાં કે રણ વિસ્તારમાં જઈ રહ્યું છે મચ્છુ – ૨ કેનાલનો કમાન્ડ વિસ્તાર વધારવા અને કેનાલને લંબાવવા તેમજ મચ્છુ-૩ ની કેનાલો નાલો ચાલુ કરવા અને તેને લંબાવવા તેમજ ડેમી-૩ ની કેનાલો ચાલુ કરવા તથા તેનો કમાંડ વધારવા માટે ખેડૂતો દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી છે

જેથી નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે

(૧) મચ્છુ – ૨, મચ્છુ-૩, ડેમી -૩ ની કેનાલો લંબાવી ને નીચે આવતા ગામો ને સિંચાઈનો લાભ આપવા યોગ્ય કરવામાં આવે.

(૨) નર્મદા, યોજના ની બાકી રહેલી કેનાલો તેમજ વોટર કોર્ષ ના કામો પુરા કરીને કમાંડ વિસ્તાર ના બધાજ ખેડૂતો ને સિંચાઈ નો લાભ મળે

(૩) જળસંચય માટે સરકાર ની જાહેરાત મુજબ કામો ખરેખર અને યોગ્ય રીતે થાય તેમાં ભ્રષ્ટાચાર ના થાય તેવું આયોજન કરવા પણ અમારી માંગણી છે, નહીતર જાહેરાત ના ખર્ચ કરતા પણ ઓચ્છો ખર્ચ કામો માં કરવામાં આવશે. અને તેમાં પણ જો ભ્રષ્ટાચાર થાય તો વાત જ પૂરી .

(૪) આ ઉપરાંત તળાવો વોકળાઓ , નદીઓ , વહેણો, વગેરે ને રીપેર કરી વધુ પાણી સમાય શકે તેવી માંગ કરી છે

Related Articles

Total Website visit

1,607,758

TRENDING NOW