Saturday, June 20, 2026

પરસોતમ ચોકમાંથી ચોરી થયેલ છકડો વાવડી ચોકડી પાસેથી મળી આવ્યો. બે ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

પરસોતમ ચોકમાંથી ચોરી થયેલ છકડો વાવડી ચોકડી પાસેથી મળી આવ્યો. બે ઝડપાયા.

મોરબી શહેરના પરસોત્તમ ચોકમાંથી ચોરી થયેલ છકડો રીક્ષા વાવડી ચોકડી ખાતેથી મળી આવી ત્યારે સાથે સાથે બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમા પરસોતમ ચોક માથી ચોરી થયેલ છકડો રીક્ષા મડી આવી.ચોરી કરનારની ખાનગીરાહે તપાસ કરતા હોય તે દરમ્યાન હ્યુમન સોર્સીસથી બાતમીદારોને આધાર મોરબી સીટી એ ડીવીજન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરી થયેલ છકડો રીક્ષા સાથે બે ઇસમો વાવડી ચોકડી ખાતેથી મળી આવતા કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ છકડો રીક્ષા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબની ચોરીની હોવાનુ જણાતા આરોપીઓ જીતેશભાઇ સવાભાઇ દેલવાણીયા રહે. મોરબી વાવડીરોડ સત્યમ ગૌશાળા પાસે ભુતારીના નાલા પાસે તથા મુકેશભાઇ ભનાભાઇ દેલવાણીયા રહે. મોરબી વાવડીરોડ ગણેશનગર પાછળ કેનાલ કાંઠે ઝુપડામાં મોરબી વાળા ને અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

Related Articles

Total Website visit

1,608,839

TRENDING NOW