Tuesday, March 10, 2026

ધંધુકામાં થયેલ કિશનભાઇ બોળીયાની હત્યાના પડઘા હળવદમાં પડ્યા

Advertisement
Advertisement
Advertisement

(ભવિષ જોષી હળવદ) તાજેતરમાં ધંધુકા ખાતે થયેલ કિશનભાઇ બોળીયા ની નિર્મમ હત્યા કરવામાં આવી હતી ત્યારે હળવદ ના સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા શ્રી રામ ગૌશાળા થી મૌન રેલી શરૂ કરી અને મામલતદાર ઓફિસ પહોંચી  મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ત્યારે આવેદનપત્રમાં ગુજરાત ના મુખ્યમંત્રી ને મામલતદાર હળવદ મારફત કિશનભાઇ બોળીયા ની નિર્મમ હત્યા કરનાર આરોપીયો વિરુદ્ધ ફાસ્ટટ્રેક કોર્ટ ની રચના કરી સત્વરે આરોપીયો વિરૂદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ગુજરાત ની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારાઓ ને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને આ ષડયંત્ર રચનારા કોઈ છટકી નો શકે તેવી તટસ્થ કાર્યવાહી કરવા અને આવી નિર્મમ હત્યા કરી કાયરતા ભર્યું કૃત્ય કરનાર વિરૂદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવા માટે આ આવેદનપત્ર માં જણાવ્યું હતું કાર્યક્રમ ના અંતે હાજર સૌ એ રામધૂન અને શાંતિ મંત્રનું સમૂહ પઠન કરી અને કિશનભાઇ ના આત્મા ને શાંતિ મળે એ માટે પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં હળવદ તાલુકાના તમામ જ્ઞાતિના લોકો બહોળા પ્રમાણમાં સ્વૈચ્છાએ જોડાયા હતા આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.

Related Articles

Total Website visit

1,595,221

TRENDING NOW