Monday, March 9, 2026

દ્વારકા તાલુકાના ખતુંબા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મયુરભાઈ છૈયા સાહેબનું વિદાય સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો

Advertisement
Advertisement
Advertisement

દ્વારકા તાલુકાના ખતુંબા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મયુરભાઈ છૈયા સાહેબનું વિદાય સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો

ખતુંબા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મયુરભાઈ છૈયા સાહેબ છેલ્લા ચાર વર્ષથી ખતુંબા શાળામાં સેવારત રહ્યા બાદ આજે પોતાના વતન ખાતે બદલી પામતા તેમના વિદાય સન્માનનો કાર્યક્રમ ખતુંબા પ્રાથમિક શાળા આયોજિત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ખતુંબા ગામના સરપંચ શ્રી, ગામ ના આગેવાનો, ખતુંબા ગામ ની આસપાસના ગામોના સરપંચશ્રીઓ, નાનાભાવડા ક્લસ્ટરની 11 શાળાઓના આચાર્યશ્રીઓ અને શિક્ષકમિત્રો, ખતુંબા ના વાલીઓ અને શાળા ની SMC કમિટી તથા તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી ઓખામંડળ ના છેવાડા નું ગામ એટલે ખતુંબા ત્યા મયુરભાઈ સાહેબે પોતાના કાર્યકાળ દરમિયાન શાળાના શૈક્ષણિક તેમજ ભૌતિક વિકાસ માટે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. તેમણે બાળકોમાં નવીન વિચારધારા, ઉત્સવો અને ગુણવત્તાવાળું શિક્ષણ આપવાની દિશામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.ખતુંબા શાળા પરિવાર તથા સમગ્ર ખતુંબા ગામ તરફથી મયુરભાઈ સાહેબનો સન્માન કરવા માં આવેલ.

Related Articles

Total Website visit

1,595,204

TRENDING NOW