અહેવાલ દિપક ભાયાણી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરએ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રામાણિકતાના શપથ લેવડાવ્યા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર શ્રી અશોક શર્માએ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રામાણિકતાના શપથ લેવડાવ્યા હતા. જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોતાની ફરજ ચુસ્ત કર્તવ્યનિષ્ઠા અને પ્રામાણિક રીતે બજાવવા, કોઇપણ પ્રકારની લાલચ કે ભય કે પક્ષપાત વિના દેશસેવા કરવા અંગેના શપથ લેવામાં આવ્યા હતા.







