તોલ માપ વિભાગે સિનિયર નિરીક્ષક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા ના શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા નું સન્માન કર્યું.
મોરબી ખાતે ફરજ બજાવનાર સીનીયર નિરિક્ષક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા ની કચેરી મોરબી ના શ્રી અનિરુધ્ધસિંહ ડી ઝાલા ને પ્રમોસન આપી મદદનીશ નિયંત્રક શ્રી કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી ગાંધીનગર ખાતે બદલી થયેલ છે . તેઓ ખુબજ મિલનસાર અને સરળ સ્વભાવ ના હતા અને ઓફીસ ખાતે ખુબજ મદદરૂપ થતા . અને કોઈપણ માર્ગદર્શન જોઈતું હોઈ તો રજાના દિવસે પણ માર્ગદર્શન આપતા .તોલમાપ કચેરી એ તેમનું સન્માન કરવામાં આવ્યું.





